અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાની શિયાવાડા ચોકડી પાસે થયેલા ભયાનક રોડ અકસ્માતમાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ફૂલ સ્પીડમાં આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અરેરાટી અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.