ગીર વિસ્તારમાં સિંહ બાળોના મોતની ઘટનાએ રાજ્ય તંત્રને હરકતમાં મૂકી દીધું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને વન વિભાગને કડક મોનીટરીંગ તથા તાત્કાલિક આરોગ્યલક્ષી પગલાં લેવા સ્પષ્ટ સૂચના આપી છે.