વૈશાખ મહિનાની ઋતુમાં આ વૃક્ષ પર વિવિધ જાતની કેરીઓ પાકી રહી છે, જેને જોવા માટે ખેડૂતો અને લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ઉકાભાઈ ભટ્ટીએ મહારાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાંથી પ્રેરણા લઈને અને કલમ પદ્ધતિ દ્વારા આ વિવિધ જાતોની કેરીઓ વિકસાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે.