Surat ના કામરેજ વિસ્તારમાં તહેવારો પહેલા ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ થયો છે. કામરેજના ધોરણ પારડી ખાતે ફૂડ સેફટી વિભાગ અને જિલ્લા LCB દ્વારા સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગોડાઉનમાં દરોડો પાડીને મોટી માત્રામાં ઘી અને ભેળસેળ માટે ઉપયોગમાં લેવાતા ઓઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.