ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR)માં ઉદ્યોગોને લાંબા ગાળે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા માટે 200 MLD ક્ષમતાનો દરિયાઈ પાણી ડીસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી સ્ટડી અને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.