અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પોલીસને ચકમો આપતો કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ આખરે ક્રાઈમ બ્રાન્ચના જાળમાં સપડાયો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ચાલતા ધમા બારડને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે સોલા સાયન્સ સિટી રોડ વિસ્તારમાં ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.