સરકારી જમીન ફાળવણી માટે ગુજરાતમાં કલેક્ટર અને DDOની નાણાકીય સત્તામાં વધારો
ગુજરાત સરકારે સરકારી જમીનની ફાળવણી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની નાણાકીય સત્તામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ નિર્ણયથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, ગ્રામ્ય વિકાસ અને જનકલ્યાણ સાથે જોડાયેલી યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવામાં મદદ મળશે.
Growth Now News