દિલ્હી કેપિટલ્સે સીઝનની શરૂઆત સતત બે જીત સાથે કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમનો ગ્રાફ ઝડપથી નીચે આવ્યો છે. છેલ્લા 8 મેચમાં DCને 6 હાર ભોગવવી પડી છે. ઘરઆંગણે પણ ટીમ જીત મેળવી શકી નથી. 10 મેચમાં માત્ર 4 જીત સાથે દિલ્હી હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. તેથી KKR સામે જીત હવે દિલ્હી માટે અનિવાર્ય બની ગઈ છે.