Vadodara ના દાંડિયાબજારમાં આવેલી હોટલ વિન્ટેજ ઇનમાં 29 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે. હોટલના રૂમ નંબર 302માંથી પાણીગેટના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા ગુલામમુસ્તફા ખુર્શીદઅહેમદ નૈયરનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.