ટીવી અભિનેતા શાલીન ભનોટ ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વાયરલ થઈ હતી કે તેઓ પોતાની પૂર્વ પત્ની દલજીત કૌર સાથે ફરી લગ્ન કરવાની તૈયારીમાં છે. જોકે, શાલીને આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવી કડક પ્રતિક્રિયા આપી છે.