
Dahod માં પોલીસ લોકઅપની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Dahod News: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં લગ્નના નામે છેતરપિંડી કરતી કથિત 'લૂંટેરી દુલ્હન' ગેંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આક્ષેપ મુજબ, લગ્ન કરાવવાના બહાને એક યુવક અને તેના પરિવાર પાસેથી અંદાજે ₹2.40 લાખ વસૂલવામાં આવ્યા હતા.

Dahod News: દાહોદ શહેરના વ્યસ્ત APMC માર્કેટ વિસ્તારમાં ધોળાદિવસે બનેલી કરોડોની લૂંટની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચાવી હતી. બાબુ કાન્તી આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 1.46 કરોડ રૂપિયાની મત્તા લૂંટી ફરાર થયેલા લૂંટારુઓ સામે દાહોદ પોલીસે ઝડપી કામગીરી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.