કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે, પરંતુ નવા પગાર પંચની ભલામણો અમલમાં આવવામાં હજુ સમય લાગી શકે છે. આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર 8મો પગાર પંચ લાગુ થાય તે પહેલાં પણ મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરશે કે નહીં?