
Cyber Fraud : જૂન 2026માં નોંધાયેલી સાયબર ક્રાઈમની ફરિયાદની તપાસ દરમિયાન ઓનલાઈન છેતરપિંડીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં OTPના આધારે ફ્રોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલામાં આશરે રૂ.1.20 કરોડની છેતરપિંડી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે સાયબર ગુનેગારો સામે મોટી કાર્યવાહી કરતાં અમદાવાદ અને સુરતમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ₹161 કરોડથી વધુના સાયબર ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા નેટવર્કનો ભાગ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ 'ઓપરેશન મુલ હન્ટ 2.0' તેમજ ભાવનગર જિલ્લા સહકારી બેંક હેકિંગ કેસ સાથે સંકળાયેલા હોવાનું પણ ખુલ્યું છે.