કેન્દ્ર સરકારે કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં મોટો વધારો કરતા તેની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. બુધવારે સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારો અને જ્વેલરી બજારમાં ચિંતા સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.