અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધોળા દિવસે બનેલી એક ચોંકાવનારી અપહરણની ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ક્રેટા કારમાં આવેલા ચાર લોકોએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી સાસુની હાજરીમાં જ યુવતીનું અપહરણ કરી ફરાર થઈ જતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ આ ઘટનામાં યુવતીનો પૂર્વ પ્રેમી સંડોવાયેલો હોઈ શકે છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે ગંભીર તપાસ શરૂ કરી છે