લાંબા સમય બાદ વડોદરામાં કોરોનાનો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પેટલાદના એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તેને SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તબીબોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે.