અમેરિકા-ઈરાન યુદ્ધના પડઘા હવે બેડરૂમ સુધી પહોંચ્યા, કૉન્ડોમના ભાવમાં 30%નો વધારો
Karex Condom Prices Hike Hormuz Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે બેડરૂમ સુધી પહોંચ્યા છે. વિશ્વની સૌથી મોટી કૉન્ડોમ ઉત્પાદક કંપની 'કારેક્સ' (Karex) એ જાહેરાત કરી છે કે તેઓ કૉન્ડોમની કિંમતોમાં 30% કે તેથી વધુનો વધારો કરવા જઈ રહ્યા છે. કારેક્સ કંપનીનું કહેવું છે કે, યુદ્ધને કારણે કાચા માલનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે કોન્ડોમના ઉત્પાદનનો ખર્ચ વધી ગયો છે. તેમની પાસે કિંમતો વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી.
Rupin Bakraniya