ગાંધીનગર: રાજ્યમાં જનફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખી પહેલ કરતાં મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત વીડિયો વોલ મારફતે સીધા જિલ્લા સ્વાગત સાથે જોડાયા અને અરજદારોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ...