જામનગર: શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણયોની મંજૂરી આપી છે. ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો માટે અંદાજે રૂ. 3 કરોડ 80 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વોર્ડ નંબર-7માં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે રૂ. 2 કરોડની ફાળવણી કરવાનો રહ્યો હતો. આ કામો પૂર્ણ...