
પશ્ચિમ રેલવે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે અમદાવાદ ખાતે CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે મુસાફરોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Gujarat Drugs Destroyed Dahej: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત'ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે 'એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 'ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા'ના આહ્વાન અને 'ઝીરો...

ગાંધીનગર: ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે. આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે.