Chola Era Anaimangalam Copper Plates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન ભારતને એક અત્યંત મહત્વપૂર્ણ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ભેટ મળી છે. ડચ સરકારે 11મી સદીની અનૈમંગલમ તામ્ર પટ્ટિકાઓ (Anaimangalam Copper Plates) સત્તાવાર રીતે ભારતને પરત સોંપી છે. વિશ્વભરના ઇતિહાસકારો અને સંશોધકો વચ્ચે “લાઇડેન પ્લેટ્સ” તરીકે ઓળખાતી આ તાંબાની પટ્ટિકાઓ ચોલ સામ્રાજ્યના સૌથી મૂલ્યવાન ઐતિહાસિક દસ્તાવેજોમાંથી એક માનવામાં આવે છે. આ પટ્ટિકાઓ માત્ર ઐતિહાસિક દસ્તાવેજ નથી, પરંતુ ભારતના ગૌરવશાળી સાંસ્કૃતિક