China Warning America: હોર્મુઝ સ્ટ્રેટ પર વધી રહેલા તણાવ વચ્ચે ચીને અમેરિકાને કડક સંદેશ આપ્યો છે. ચીનના સંરક્ષણ પ્રધાન ડોંગ જુને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમનો દેશ તેના હિતોમાં કોઈપણ બાહ્ય હસ્તક્ષેપ સ્વીકારશે નહીં અને ઈરાન સાથેના વેપાર અને ઉર્જા કરારોનું સન્માન કરવાનું ચાલુ રાખશે.