બાળકોનો ગુસ્સો અને જીદ કેવી રીતે શાંત કરશો? માતા-પિતાના આ ચાર ઉપાયથી બદલાઈ શકે છે વર્તન
આજકાલ ઘણા માતા-પિતાઓ માટે બાળકોનો ગુસ્સો, ચીડિયાપણું અને જીદ મોટો પડકાર બની રહ્યા છે. નાની-નાની વાતે રડવું, ગુસ્સે થઈ જવું અથવા પોતાની વાત મનાવા માટે જીદ પકડવી જેવી સ્થિતિઓ સામાન્ય બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતાને ઘણીવાર સમજાતું નથી કે બાળકને સમજાવવું, કડકાઈ દાખવવી કે થોડો સમય માટે એકલો છોડવો. જોકે, બાળ વર્તન નિષ્ણાતો અને ઘણા માતા-પિતાના અનુભવ મુજબ કેટલાક સરળ ઉપાયો બાળકોના ગુસ્સાને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
Growth Now News