રાજકોટ શહેરના પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર વર્ષ અને છ મહિનાના માસૂમ બાળક સાથે ક્રૂર વર્તન થયાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ટ્યુશન દરમિયાન બાળક લખતો ન હોવાથી શિક્ષિકાએ ગરમ તાવીથાથી તેના પગ પર ડામ આપ્યાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.