હ્રદય સંબંધિત બીમારીઓના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હાર્ટ એટેક હવે માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોમાં પણ જોવા મળી રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોના અનુસાર હાર્ટ એટેક ઘણીવાર અચાનક આવે છે એવું લાગે છે, પરંતુ શરીર અગાઉથી કેટલાક મહત્વપૂર્ણ સંકેતો આપતું હોય છે.