અમદાવાદમાં સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મફત ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. દાતાશ્રી ક્ષિતિશ મદનમોહનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી અભ્યાસ સામગ્રી આપવામાં આવી, જેના કારણે બાળકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.