દેવભૂમિ દ્વારકા: ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર નશાના કારોબારને લઈને ચર્ચામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર નજીક દરિયાકાંઠેથી પોલીસે મોટી કાર્યવાહી કરતા કરોડોની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું છે. બિનવારસી હાલતમાં મળી આવેલા આ જથ્થાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. બિનવારસી પેકેટમાંથી મળ્યું કરોડોનું ચરસ મળતી માહિતી મુજબ, કલ્યાણપુર પોલીસને દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ પેકેટો મળી આવ્યા હતા....