સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં આ વર્ષે કુલ 85.20% વિદ્યાર્થીઓ સફળ થયા છે. ગયા વર્ષની તુલનામાં પરિણામમાં લગભગ 3%નો ઘટાડો નોંધાયો છે. બોર્ડે પરિણામ સાથે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માર્કશીટ મેળવવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે.