વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ₹23,731 કરોડના કુલ ખર્ચ સાથે ‘ગોબરધન’ (નેશનલ સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ)ને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ બાયોગેસ ક્ષેત્રને મજબૂત બનાવવાની સાથે ખેડૂતોને સશક્ત બનાવવાનો અને દેશમાં સર્ક્યુલર બાયોઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે.