આણંદ શહેરમાં ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગણેશ ચોકડીથી ચિખોદરા ચોકડી વચ્ચેના મુખ્ય માર્ગ પર એક યુવક કારના ટોપ પર બેસીને જોખમી સ્ટંટ કરતો નજરે પડ્યો છે, જેના કારણે વાહનચાલકોની સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.