કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં ગાર્ડન ગ્રોવ સ્થિત એક એરોસ્પેસ ફેક્ટરીમાં ગંભીર કેમિકલ સંકટ સર્જાતા સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખતરનાક MMA કેમિકલથી ભરેલા ટાંકીનું તાપમાન સતત વધતા વિસ્ફોટ અથવા લીકનો ભય ઉભો થયો છે, જેના પગલે ગવર્નરે ઇમરજન્સી જાહેર કરી છે અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક કામગીરીમાં લાગી ગઈ છે.