B

Border Security

યુએસ રાજદૂત ગોર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, આતંકવાદ અને ડ્રગ્સ સામે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

યુએસ રાજદૂત ગોર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા, આતંકવાદ અને ડ્રગ્સ સામે સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ

Amit Shah Sergio Gor Meeting: નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન આતંકવાદ સામેની લડત, નશીલા પદાર્થો અને ગેરકાયદેસર ડ્રગ્સના નેટવર્ક પર નિયંત્રણ, સરહદ સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરી સામે સંયુક્ત કાર્યવાહી જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકી રાજદૂત સર્ગિયો ગોરે બેઠક બાદ સોશિયલ મીડિયા...

Rupin Bakraniya
ઈરાન-અમેરિકા શાંતિ ચર્ચાથી ઉત્સાહિત પાકિસ્તાનની એલઓસી પર હરકત, ભારતીય સેનાએ આપ્યો કડક જવાબ

ઈરાન-અમેરિકા શાંતિ ચર્ચાથી ઉત્સાહિત પાકિસ્તાનની એલઓસી પર હરકત, ભારતીય સેનાએ આપ્યો કડક જવાબ

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ ચર્ચાઓમાં પોતાની ભૂમિકા અંગે પાકિસ્તાનમાં વધતા આત્મવિશ્વાસ વચ્ચે નિયંત્રણ રેખા (LoC) પર ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ભારતીય ચોકીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. જોકે, ભારતીય સેનાએ તાત્કાલિક અને અસરકારક જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાની હરકતને નિષ્ફળ બનાવી દીધી.

Growth Now News
ઓપરેશન ડેલ્ટા હંટ અમદાવાદમાં 500થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

ઓપરેશન ડેલ્ટા હંટ અમદાવાદમાં 500થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશીઓ સામે રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશાળ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હંટ’માં મોટો ખુલાસો થયો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં અનેક વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વસવાટનો પર્દાફાશ થયો છે.

Rahul Desai
ભુજમાં BSFના G-7 બોર્ડર આઉટપોસ્ટનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, જવાનો સાથે કર્યો સીધો સંવાદ

ભુજમાં BSFના G-7 બોર્ડર આઉટપોસ્ટનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન, જવાનો સાથે કર્યો સીધો સંવાદ

ભુજ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કચ્છના ભુજ ખાતે BSFના નવા G-7 બોર્ડર આઉટપોસ્ટનું ઉદ્ઘાટન કરીને જવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ અમિત શાહે OP ટાવર-1170 કંટ્રોલ રૂમ અને હરામીનાળા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ જેટી પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું.

Rupin Bakraniya
પાકિસ્તાનની 'નાપાક' હરકતોનો જડબાતોડ જવાબ આપો, રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર અમિત શાહની ‘ગર્જના’

પાકિસ્તાનની 'નાપાક' હરકતોનો જડબાતોડ જવાબ આપો, રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન સરહદ પર અમિત શાહની ‘ગર્જના’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બિકાનેરની ઐતિહાસિક ધરતી પર પહોંચ્યા, જ્યાં 1965 અને 1971ના યુદ્ધોમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. સાંચુ બોર્ડર આઉટપોસ્ટ (BOP) ખાતે વોચ ટાવર પર ચઢીને, ગૃહમંત્રીએ દૂરબીનની મદદથી સરહદ પારની સુરક્ષા પરિસ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરી. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બિકાનેરના સાંસદ અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ તેમની સાથે હાજર હતા.

Rupin Bakraniya