અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે નવી બોઇંગ ડીલ પર ખાસ ભાર આપી રહ્યા છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે ભારત સાથેની આ મોટી સમજૂતી હવે લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.