સુરજ સોલંકી અને 22 વર્ષીય ધારા કડીવાર સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા. બાદમાં બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. સંબંધોમાં તણાવ અને સતત થતા ઝઘડાઓ બાદ ધારાએ સુરજ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ સુરજ અને તેના સાગરિતોએ ધારાને રસ્તામાંથી હટાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.