ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ જાપાન ઓપન સુપર 750 ટૂર્નામેન્ટમાં શાનદાર રમતનું પ્રદર્શન કરતાં વિશ્વ નંબર-5 ચીનની હાન યુને સીધા બે ગેમમાં હરાવી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે સિંધુનો આગામી મુકાબલો જાપાનની પૂર્વ વિશ્વ ચેમ્પિયન નોઝોમી ઓકુહારા સામે થશે.