બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'બેક ટુ સ્કૂલ મિશન' અંતર્ગત શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાજ્યમાં શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપઆઉટ દર ઘટાડવાના ઉદ્દેશ સાથે ચલાવવામાં આવી રહેલા આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ ૧૨ જેટલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમના અનુભવો જાણ્યા હતા.