વડોદરા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાંથી ભીડનો લાભ લઈને બે મહિલાઓએ 6 તોલાનો મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગઈ હતી. જેના કારણે ફરિયાદી મહિલાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તાત્કાલિક સીસીટીવી કેમેરા ચેક કરીને કલાકોમાં જ ચોરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખાણ આ મહિલાઓ અમદાવાદની રહેવાસી છે. પોલીસે તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.