પોતાના 39મા જન્મદિવસના બે દિવસ પહેલા મેદાનમાં ઉતરેલા મેસી માટે આ મેચ યાદગાર બની રહી હતી. મેચની શરૂઆતમાં તેમને મળેલી પેનલ્ટી ચૂકાઈ ગઈ હતી, પરંતુ તેનાથી તેમનો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નહોતો. મેસીએ 38મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને મહત્વની લીડ અપાવી હતી. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં વધુ એક ગોલ ફટકારી ટીમની જીત પર મહોર મારી હતી.