અરવલ્લી: જિલ્લામાં ચોમાસું ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે. વરસાદના અભાવે ખેતીના કામ પર અસર પડતાં અનેક ગામોમાં લોકો ભગવાનને રીઝવવા માટે પરંપરાગત માનતાઓ અને ધાર્મિક વિધિઓનો સહારો લઈ રહ્યા છે. અરવલ્લીના ઇસરી ગામમાં વરસાદ માટે અનોખી આસ્થાનું દૃશ્ય જોવા મળ્યું. ગામની 50થી વધુ મહિલાઓ માથે પાણીના બેડા લઈને પગપાળા કંટાળું હનુમાનજી મંદિરે પહોંચી હતી. મંદિરે પહોંચ્યા બાદ મહિલાઓએ ભજન-કીર્તન...