ગુજરાતના લાખો ખેડૂતો માટે ખુશખબર છે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાની સહાય રકમ ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહી છે. રાજ્યના 51 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1025 કરોડથી વધુની સહાય મળશે. ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં યોજનાના લાભાર્થીઓને સંબોધવામાં આવ્યા હતા. જોઈએ આ અહેવાલ.