મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ નોંધાઈ છે. અમદાવાદના અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબા 'મેક ઇન ઇન્ડિયા' સ્ટીલ બ્રિજનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 1,004 મેટ્રિક ટન વજન ધરાવતો આ બ્રિજ અત્યાધુનિક ટેક્નોલોજી અને હાઈડ્રોલિક સિસ્ટમની મદદથી સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે નિર્ધારિત 17 સ્ટીલ બ્રિજમાંથી 15 બ્રિજનું કામ પૂર્ણ થયું છે.