અમદાવાદ શહેરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અંજલિ ચાર રસ્તા નજીક ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસની ટક્કર લાગતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.