અમદાવાદમાં મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા AMCએ કડક પગલું ભર્યું છે. બેફામ ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોના ભંગ અને મુસાફરો સાથે ગેરવર્તન જેવી ફરિયાદો સાચી ઠરતાં AMTS અને BRTSના 13 બસ ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.