
દેશની સૌથી પવિત્ર તીર્થયાત્રાઓમાંની એક એવી અમરનાથ યાત્રાનો ગુરુવારથી શુભ પ્રારંભ થયો છે. આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જે.પી. નડ્ડા, શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ દેશભરના શિવભક્તોને શુભકામનાઓ પાઠવી હતી. નેતાઓએ બાબા બર્ફાનીના આશીર્વાદથી તમામ યાત્રિકોની યાત્રા સુરક્ષિત, સુખદ અને મંગલમય બને તેવી પ્રાર્થના કરી હતી, જ્યારે મોદી સરકાર દ્વારા યાત્રા માટે કરવામાં આવેલી વ્યાપક સુરક્ષા અને સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

જમ્મુ-કાશ્મીર પ્રશાસને શ્રી અમરનાથ યાત્રા-2026ને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. માહિતી અને જનસંપર્ક વિભાગે પોતાના સત્તાવાર 'એક્સ' હેન્ડલ દ્વારા સ્પષ્ટ જણાવ્યું છે કે એડવાન્સ નોંધણી વગર યાત્રા માટે જમ્મુ-કાશ્મીર ન આવવું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ દરરોજ યાત્રા માર્ગ પર મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને યાત્રાની મંજૂરી આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને યાત્રાના સુચારુ સંચાલન માટે આ મર્યાદાનું પાલન ફરજિયાત છે.

Amarnath Yatra 2026 Balatal Base Camp Aarti: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા 2026ના પ્રારંભ પહેલાં પ્રથમ આરતી અને વિશેષ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન યાત્રા સુરક્ષિત, સુગમ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે ભગવાન શિવ સમક્ષ વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. બાલતાલ બેઝ કેમ્પમાં યોજાયેલી આ આરતી દરમિયાન...