વડોદરામાં માત્ર દોઢથી પોણા બે ઇંચ વરસાદે જ મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. આજવા ચોકડીથી નિમેટા તરફ જતો મુખ્ય માર્ગ બે ફૂટ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક વાહનચાલકો ફસાયા હતા, જ્યારે સ્થાનિકોએ વર્ષોથી યથાવત પાણી ભરાવાની સમસ્યા અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.