ગાંધીનગર: ગાંધીનગરમાં ચાલી રહેલી 2026 AWF એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ચેમ્પિયનશિપના ચોથા દિવસે ભારતના અજીત નારાયણાએ પુરુષોની 71 કિલો વજન શ્રેણીમાં બે બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. અજીત નારાયણાએ ક્લીન એન્ડ જર્કમાં 174 કિલોનું જબરદસ્ત લિફ્ટ કર્યું હતું, જ્યારે કુલ 314 કિલો વજન ઉઠાવી ઓવરઓલ ટોટલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. એશિયાના...