રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય લોકમેળા માટે તંત્રે બ્લુપ્રિન્ટ તૈયાર કરી તમામ જરૂરી વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવાનું શરૂ કર્યું છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી આ વખતે ખાસ કરીને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.