કોલકાતા એરપોર્ટ પર શુક્રવારે સાંજે આંધી-તોફાન દરમિયાન ઇન્ડિગોની એક ફ્લાઇટ પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. અગરતલા જવા તૈયાર થયેલી ફ્લાઇટ ટેકઓફ પહેલાં રનવે નજીક ઉભી હતી ત્યારે અચાનક વીજળી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.