સાયબર ક્રાઈમ બ્રાંચે મહિલાઓની સુરક્ષા અને ઓનલાઈન સાયબર શોષણ સામે શરૂ કરાયેલા ‘Mission Cyber Rakshika’ અંતર્ગત આંતરરાજ્ય બ્લેકમેલિંગ ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનના જયપુર ખાતેથી વિકાસ પોખરાજ ભાર્ગવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અગાઉ રજનીશ ભાર્ગવ નામના આરોપીને બિકાનેરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.