ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા અને અમદાવાદમાં 31 જુલાઈના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે હાઈ એલર્ટ જાહેર કરીને અધિકારીઓને સતર્ક રહેવા સૂચના આપી છે તેમજ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે.